વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 11

  • 3.4k
  • 1.8k

પ્રકરણ 11  આ બાજુ બીજી હોટેલમાં રોકાયેલો સુકેશ આચાર્ય  પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો. વસંત વિલા અને અન્ય પ્રોપર્ટી જે પંડિત પરિવાર ની હતી.તેમાંથી પોતાને પણ હિસ્સો મળી રહે એ ગણતરીએ આજથી સત્યાવીસ વરસ  પહેલા  તેને આરાધના પંડિત ને પોતાની પ્રેમજાળ માં ફસાવી હતી. આરાધના નો ભાઈ શ્યામ અને સુકેશ એક જ કૉલેજમાં દહેરાદૂનમાં સાથે ભણતા હતા. તેથી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી. આરાધના શ્યામ થી બે વરસ નાની હતી. શ્યામ પંડિતના બાપદાદા રજવાડા ના સમયમાં રાજ્યમાં દિવાન  રહી ચુક્યા હતા. શ્યામના દાદા પ્રથમેશ પંડિત ને રજવાડા તરફ થી પિથોરાગઢમાં પાંચસો વિધા જમીન  ભેટમાં મળી હતી. વસંતવિલા પણ