સાયકલ મારી સરરર જાય. સાયકલને માનવની પ્રગતિ અને પ્રગતિના પ્રતીક તરીકે સહનશીલતા, પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપતું પ્રતિક મનાય છે જે સામાજિક સમાવેશ અને શાંતિની સંસ્કૃતિને ઉત્તેજન આપે છે.[૨] સાયકલ ટકાઉ પરિવહનનું પ્રતીક છે અને ટકાઉ વપરાશ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સકારાત્મક સંદેશ આપે છે, અને હવામાન પર સકારાત્મક અસર પાડે છે. એપ્રિલ ૨૦૧૮માં, યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભાએ ૩ જૂનને આંતરરાષ્ટ્રીય વિશ્વ સાયકલ દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. વિશ્વ સાયકલ દિવસ માટેના ઠરાવ મુજબ: "સાયકલ જે વિશિષ્ટ, દીર્ઘતા અને વૈવિધ્ય ધરાવતું અને ૨ સદીઓથી ઉપયોગમાં રહેલું સરળ, સસ્તું, વિશ્વસનીય, સ્વચ્છ અને પર્યાવરણને યોગ્ય ટકાઉ પરિવહન માધ્યમ છે." વિશ્વ