રેટ્રો ની મેટ્રો - 31

  • 2.8k
  • 1k

ગયા પ્રકરણમાં સંગીતકાર સચિનદેવ બર્મન ને ગાયક તરીકે આપણે યાદ કર્યા,તો હવે તેમના હોનહાર સંગીતકાર પુત્ર રાહુલદેવ બર્મન એટલે કે પંચમ દા ની સંગીત સફર સાથે જોડાયેલ રસપ્રદ વાતો સાથે રેટ્રોની મેટ્રો સફર કરીએ.આર ડી બર્મન જ્યારે નાના હતા ત્યારે કલકત્તામાં તેમના દાદી પાસે રહેતા પણ વચ્ચે વચ્ચે પિતા પાસે મુંબઈ પણ તેઓ આવતા. ત્યારે સચિનદેવ બર્મન એટલે કે પંચમ દા ના પિતા મુંબઈના સાયન વિસ્તારમાં રહેતા અને ત્યાં જ નજીકમાં અનાદિ બેનર્જી ના ઘરે સંઘર્ષશીલ કલાકારો ની બેઠક જામતી.ત્યાં જ એ જમાનામાં ખૂબ લોકપ્રિય થયેલ ગીત " डोल रही है नैया मेरी... "નુ રિહર્સલ ચાલતું હતું, તે વખતે અશોક