દત્તક - 5

  • 3.1k
  • 1.7k

ઉર્મિલાએ મનસુખને સુચન કર્યું કે "તમે સુરજને આપણી તકલીફ ના સમાચાર મોકલો ને."પણ મનસુખને ઉર્મિલાની સલાહ ના ગમી "કેવી વાત કરે છે તુ?" " કેમ આપણે એને આપણો દીકરો નથી સમજતા?" "અરે વાલી.અત્યારે જે આપણી હાલત છે ને એ જોઈને તો પેટનો જણ્યો પણ દૂર ભાગે.જ્યારે આ તો પરાયો છે.અને આપણું કરજ પણ કંઈ નાનુ સુનુ નથી." "પણ એના હૃદયમા આપણા માટે આત્મિયતા છે તમે એકવાર સમાચાર મોકલી તો જુવો."દયામણા સ્વરે ઉર્મિલા બોલી.એના મનમા સુરજ માટે શ્રદ્ધા હતી.એને વિશ્વાસ હતો કે સુરજ જરૂર એમને મદદ કરશે. પણ મનસુખે જમાનો જોયો હતો. જમાનાના લોકોને એ પારખી શકતો હતો.લોકો વિશે એણે ઘણુ