માફી

(14)
  • 3.6k
  • 1
  • 1.4k

માફી ગૌરીને છેલ્લાં પાંચ વર્ષથી પગે દુઃખાવો ખૂબ જ રહે. શરૂઆતમાં ઘરેલુ ઉપચાર કર્યા. આયુર્વેદિક દવા કરવા વૈદ્યની સલાહ લીધી. ઓર્થોપેડીક ડૉકટરને બતાવ્યું. વિવિધ પ્રકારની કસરતો અને યોગાસનોનો અભ્યાસ પણ કર્યો. પણ, તેનું દર્દ ઓછું થતું નહોતું. ખાસ કંઈ જ કારણ ન હતું. છતાં પણ ક્યારેક અસહ્ય દર્દ રહેતું. હજુ ગૌરીની ઉંમર પણ એટલી બધી નહોતી કે તેને ઘૂંટણ દુઃખે. ચાળીસ વર્ષ હતાં. વજન પણ માપનું હતું. ગૌરીને મિત્ર વર્તુળ બહુ મોટું. તેની સખીઓ સાથે વિક એન્ડ પાર્ટીઓ નિયમિત જતી અને આખો દિવસ તેની સાસુમા અને દેરાણીની વાતો કર્યા કરતી. તેના સાસુમા તેની દેરાણીની સાથે રહેતાં હતાં. ગૌરી તેનાં પતિ