રેટ્રો ની મેટ્રો - 28

  • 2.5k
  • 870

"રંગ નયા હે લેકિન ઘર યે પુરાના હૈ ,યે કુચા મેરા જાના પહેચાના હૈ ,ક્યાં જાને ક્યું ઉડ ગયે પંછી પેડો સે ,ભરી બહારો મેં ગુલશન વીરાના હૈ ."બહુ ઓછા ને એ ખબર હશે કે સાત સૂરોના સાધક સંગીતકાર નૌશાદ શાયર પણ હતા અને આ તેમની જ રચેલી શાયરી છે. "આઠવા સુર" નામે તેમનો એક સંગ્રહ પણ પ્રકાશિત થયેલ છે .બાળપણથી જ સંગીતના શોખીન નૌશાદ ને સંગીત શીખવા તથા સંગીતકાર બનવા માટે ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો. જન્મભૂમિ લખનૌ થી મુંબઈ સંગીતકાર બનવા પહોંચેલા નૌશાદ સંઘર્ષના દિવસોમાં દાદરમાં આવેલ બ્રોડવે સિનેમા હોલ ની સામે ફૂટપાથ પર રાત્રે સૂઈ જતાં. જ્યારે