માંન્યાની મઝિલ ચેપ્ટર - 4

  • 2.8k
  • 1.8k

'શું નવા જુની થઈ હશે મારા ફેસબુકમાં? કોની-કોની રીક્વેસ્ટ આવી હશે? મારુ ફેસબુક અકાઉન્ટ જોઈને પેલી નિત્યા અને વૈષ્પી તો બળીને ખાખ થઈ ગયા હશે. અત્યાર સુધી તેમણે મને કેટલી વાર સંભળાવ્યું હતું કે તું અમારા સ્ટાન્ડર્ડની નથી કારણ કે તારું ફેસબુક અકાઉન્ટ નથી પણ હવે એ બધા ફેસબુક ઉપર મારું અકાઉન્ટ જોઈને શૉક થઈ ગયા હશે. કાશ મારી પાસે ઘરમાં ઇન્ટરનેટ હોત તો હું અત્યારે જ જોઈ લેત કે કોણે-કોણે મને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી છે? આ બધા વિચારોમાં ને વિચારોમાં રાતના 3 વાગી ગયા હતા પણ પિયોની હતી કે ન તો આજે તેને ઊંઘ આવતી હતી કે ન તો