ઋણાનુબંધ - 2

(27)
  • 4.9k
  • 3.7k

અજય મંદિરના પટાંગણે એમ પિલરના ટેકે બેઠો કે ભગવાનની સમક્ષ એ પોતાની નજર રાખી શકે. અજયે આંખને પટપટાવ્યા વગર એક નજરે જ પ્રભુની આંખમાં આંખ પરોવી એમની પાસેથી પોતાની પરિસ્થિતિને સાચવવા ઉર્જા લઈ રહ્યો હોય એમ પ્રભુના દર્શન કરી રહ્યો હતો. અચાનક અજયને પોતાની મમ્મીની છબિ પ્રભુમાં તરવરી ઉઠી. અજયની અત્યાર સુધી સાચવી રાખેલી આંખ પરની પાળ તૂટીને આંસુ સરકીને એના ગાલને સ્પર્શ કરતા વહેવા લાગ્યા. અજય માટે એના મમ્મીનું સ્થાન ભગવાન તુલ્ય જ હતું, કદાચ એથી વિશેષ કહીએ તો પણ ખોટું નથી જ. પ્રભુને ક્યારેય પ્રત્યક્ષ એણે મહેસૂસ નહોતા કર્યા, પણ એના મમ્મીની દરેક લાગણી, સ્નેહ, હૂંફને એણે અનુભવી