હસ્તરેખા

  • 19.3k
  • 6.5k

નિધિને એક મહારાજે એવું કહ્યું હતું કે," આ છોકરીની હસ્તરેખામાં એવું લખ્યું છે કે જે આને પરણશે એનું પાંચ વર્ષમાં જ મૃત્યુ થશે." બસ ત્યારથી જ નિધિના માબાપને એની ખૂબ ચિંતા સતાવતી હતી. પરણવાલાયક ઉંમર થઈ પણ નિધિનું ક્યાંય ગોઠવાતું ન હતું. સમય જતો ગયો ને નિધિ આજે ૨૬ વર્ષની થઈ ગઈ હતી. કોલેજના સમયથી જ વિરાજ અને નિધિ એકબીજાને ગળાડૂબ પ્રેમ કરતાં હતાં. બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. નિધિને એની હસ્તરેખાઓનો જરાય અણસાર ન હતો. ઉંમર વીતતાં વિરાજે નિધિને કહ્યું," નિધિ, હવે આપણા લગ્નની વાત ઘરમાં કહી દેવી જોઈએ, કારણ કે મારા ઘરે લગ્નની વાતો જોરશોરથી ચાલવા