પમરાટ ઍક પુષ્પનો

  • 2.2k
  • 1
  • 862

તાજા કોઈ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાંવેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જીવતરના દેશમાં.- જીગર જોષી.ગુલાબના ફૂલોનાં બગીચામાં જ્યારે મને રોપવામાં આવ્યું, ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. મારાં બાંધવોની સાથે રહેવું, રમવું અને વિકસવું એ જ મારી ખુશી. મારાં ઘણાં મિત્રો પણ થઈ ગયાં હતાં. ત્યાં દરરોજના પાંચ હજાર ઉપરની સંખ્યામાં ખીલી જતાં. માળી અમારી સારી માવજત કરે. માળી સૌને એક વાંસના ટોપલામાં સાચવીને રાખે. કોઈ ફૂલોની દુકાનવાળાઓ આવે અને લઈ જાય. કોઈ ભગવાન માટે ફૂલોના હાર બનાવે તો કોઈ ડેકોરેશન માટે તો કોઈ નનામી શણગારે તો કોઈ અત્તર કે ગુલાબજળ અને ગુલકંદ બનાવવા