આઇલેન્ડ - 50

(48)
  • 3.9k
  • 2
  • 2.1k

પ્રકરણ-૫૦. પ્રવીણ પીઠડીયા. વેટલેન્ડ જહાજ ક્યારેય ડૂબ્યું જ નહોતું એ જાણીને માનસા સ્તબ્ધતામાં સરી પડી હતી. ભૂતકાળની એક કહાની… જેને સત્ય માનીને તે ઉછરી હતી એ કહાની મૂળથી જ ખોટી હતી એ પચાવતાં તેને થોડો સમય લાગ્યો. “એ જહાજનું શું થયું હતું ડેડી…?” માનસાએ પૂછયું. એ પ્રશ્ન ઉપર શ્રેયાંશ જાગીરદાર, એટલે કે તેનો ડેડી હસ્યો હતો. એ જોઈને માનસા થથરી ગઈ. એ હાસ્યનો મતલબ સમજતાં તેને થોડી વાર જરૂર લાગી પરંતુ જ્યારે સમજાયું ત્યારે ભયાનક આશ્વર્યથી તેની આંખો વિસ્ફારીત બની, છાતીમાં ધડકતું હદય ઉછળીને તેના ગળા સુધી આવી ગયું, ઘડીક તો લાગ્યું જાણે તેને ચક્કર આવી રહ્યાં છે. તેની નજરો