આઇલેન્ડ - 48

(39)
  • 3.8k
  • 4
  • 2k

પ્રકરણ-૪૮. પ્રવીણ પીઠડીયા. નકશો કઈ જગ્યાનો હતો એ સમજાતું નહોતું. ઘણું મગજ કસ્યું પરંતુ જરી-પૂરાણા એ નકશાનો કોઈ ’ક્લ્યૂ’ જડયો નહી એટલે તેને બાજુમાં મૂકી ફોનમાંના બીજા ફોટો પર ફોકસ કર્યું. તિજોરીમાં છૂટા કાગળોમાં કોઈનો વંશવેલો ચિતર્યો હતો. મતલબ કે કોઈ એક કુટુંબનાં નામો ક્રમ પ્રમાણે લખ્યાં હતા. એ થોડું અજૂગતું હતું. એ સિવાય એક પૂસ્તક હતું. મને તેમા રસ પડયો. એ પૂસ્તક જીવણાનાં ઘરેથી જે પૂસ્તક મળ્યું તેની કાર્બન કોપી હોય એવું પહેલી નજરે જ સ્પષ્ટ જણાઈ આવતું હતું. મેં તેના અંદરનાં પાનાનાં ફોટા પણ પાડયાં હતા. એકાએક હું ચમકયો. મતલબ કે એક પૂસ્તકની બે કોપીઓ હતી. એક જીવણા