સાયબર સાયકો - ભાગ 4

  • 2.6k
  • 1.2k

આગળના ભાગમાં આપણે જોયું કે તપન ને ફોરેન્સિક લેબમાંથી ફોન આવે છે અને કઈક પ્રૂફ મળ્યા ની વાત કરી.આ વાત સાંભળી તે ફટાફટ ત્યાં પહોંચે છે. "શું થયું ડોક્ટર, એવું તો શું પ્રૂફ મળ્યું તમને કે તમે મને ઝડપથી આવવા કહ્યું?"તપન આવીને તરત જ બધું પૂછવા લાગ્યો.. "સર અમને રિયા ના બોડી પરથી એક ફિંગરપ્રિન્ટ મળ્યા છે અને એ ફિંગરપ્રિન્ટ તમારા જ ડિપાર્ટમેન્ટ ના એક વ્યકિત સાથે મેચ થાય છે"ડોક્ટર બોલ્યા "વોટટ?અમારા ડિપાર્ટમેન્ટમાં? કોણ છે અમારા ડીપાર્ટમેન્ટ જે આવું કામ કરી શકે છે?"તપન ગુસ્સા માં બોલ્યો "સર એ વ્યકિત છે ઇન્સ્પેકટર અંશ".ડોક્ટર એ આ કહીને તપન ને આંચકો આપ્યો.. અંશશશ?