શિવાદિત્ય ની શૌર્યગાથા - પ્રથમ પડાવ - પૂર્ણ

  • 2.3k
  • 986

મહારાજ અને પૃથ્વીરાજ બંને ફસાઈ ગયા હતા.સુરંગ નો દરવાજો બંધ થવાના કારણે પાછું જવું શક્ય નહોતું. મહારાજ અને પૃથ્વીરાજ એ આગળ જવાનું વિચાર્યું."આગળ વધીએ પૃથ્વી, જે થશે એ જોયું જશે." કહી મહારાજ શિવાદિત્યસિંહજી આગળ વધ્યા.આગળ જતાં સુરંગ એક મોટી ગુફા માં પરિવર્તિત થઈ. ધીમે ધીમે ગુફા મોટી થવા લાગી. મહારાજ અને પૃથ્વીરાજ એક મોટા ઓરડા જેવી ગુફા માં આવી ગયા.. સામે એક દરવાજા પાછળ થી અવાજ આવતો હોય તેમ લાગ્યું."આ તરફ મહારાજ" પૃથ્વીરાજ એ દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું.બંને દરવાજા તરફ આગળ વધ્યા અને દરવાજા ની અંદર પ્રવેશ કર્યો.અંદર પ્રવેશતા ની સાથે બંને અંદર નું દૃશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા.ઓરડા