રાઈનો પર્વત - 5

  • 3.2k
  • 2
  • 1.3k

અંક પાંચમો  પ્રવેશ ૧ લો સ્થળ : કલ્યાણકામની હવેલી. [સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ કરે છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ] કમલા : સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને આથમે નહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય. સાવિત્રી: રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે. વંજુલ : નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે! કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે