રાઈનો પર્વત - 3

  • 3.7k
  • 1.5k

અંક ત્રીજોપ્રવેશ ૧ લો સ્થળ : દુર્ગેશનું ઘર. [દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.] દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે. કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી. દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી. કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો. દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના