ભૂતનો ભય - 3

(18)
  • 4.3k
  • 1
  • 2.9k

ભૂતનો ભય-રાકેશ ઠક્કરપ્રેમનો અંત કોલેજના અભ્યાસમાં ઓછો રસ લેતો અને છોકરીઓની સુંદરતાનો વધારે અભ્યાસ કરતો શિનેલ હવે મ્યાના પર લટ્ટુ થઈ ગયો. એની સાથે દોસ્તી કરવા તિકડમ લગાવવા લાગ્યો. આ કામમાં એ માહિર હતો. કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું હતું. બે વર્ષમાં તે અનેક છોકરીઓ સાથે પ્રણયફાગ ખેલી ચૂક્યો હતો. છોકરીઓ એની વાતમાં ફસાઈ જતી હતી. એ પ્રેમના નામે એમના શરીર સાથે થોડી છૂટછાટ પણ લઈ લેતો હતો. એનો એક જ ફંડા હતો. પહેલા પ્રેમમાં એને ફસાવવાની અને મસ્તી કરીને કોઈને કોઈ બહાનું આપી બ્રેકઅપ કરી નાખવાનું. જે છોકરી એની સાથે બ્રેકઅપ કરવા ના માગે એને શામ-દામ- દંડ અને ભેદથી