નૃત્ય એક એવી કલા છે જે માણસના મનને હળવું કરે છે. નૃત્ય એ છે જે રજૂઆત કરનાર તેમજ દર્શકના મનને પ્રસન્ન કરે છે. નૃત્યકાર ક્યારેય એકલો નથી રહેતો તેની સાથે હંમેશા નૃત્ય રહે છે જે તેને બીજાને અને પોતાને મનોરંજન પૂરું પાડવાની ક્ષમતા આપે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.આ દિવસે મોર્ડર્ન બેલેટના નિર્માતા જીન-જ્યોર્જ નોવરનો જન્મદિવસ છે. જીન-જોર્જ નાવારે નર્તકોને સમાજમાં સન્માન આપવા માટે જાણીતા છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને,નૃત્યનું શિક્ષણ આપતી સવલતો