પ્રારંભ - 43

(63)
  • 4.8k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 43ગાયત્રી પુરશ્ચરણનું મહાન કાર્ય નિર્વિઘ્ને પૂરું થઈ ગયું એનો કેતનને ખૂબ જ આનંદ હતો. સરસ રીતે પૂર્ણાહુતિનો હવન પણ થઈ ગયો. આ પુરશ્ચરણ કરવાથી એનામાં ઘણી બધી એનર્જી આવી ગઈ હતી. એની ઑરા પણ વિસ્તાર પામી હતી. એનું વિઝન પણ ખૂલી ગયું હતું. ઘણી બધી બાબતોની એને અગાઉથી ખબર પડી જતી. આવતીકાલે ઘરમાં શું રસોઈ થશે એનો પણ ઘણીવાર એને ખ્યાલ આવી જતો. કોઈનો ફોન આવવાનો હોય તો પણ એને પાંચ મિનિટ પહેલાં આભાસ થઈ જતો કે આ વ્યક્તિનો હમણાં ફોન આવશે. એ ક્યાંય પણ જતો તો એનો પ્રભાવ પડતો અને એની વાત કોઈ ટાળી શકતું નહીં. આ