ભૂતનો ભય - 2

(23)
  • 4.9k
  • 1
  • 3.4k

ભૂતનો ભય-૨-રાકેશ ઠક્કરબંગલાનું ભૂત શતુરી રાત્રે સવા આઠ વાગે નહાઈને બંગલાની પાછળના ભાગની દોરી પર ટુવાલ સુકવવા ગઈ ત્યારે થોડે દૂર આવેલા બંધ અને ભૂતિયા ગણાતા બંગલામાં એક યુગલને પ્રવેશતા જોઈ ડરીને અંદર ઘરમાં ઘૂસી ગઈ અને દરવાજાની આડશમાંથી એમને જોવા લાગી. શતુરી સવા વર્ષ પહેલાં જ અજ્ઞેશ સાથે લગ્ન કરીને આ બંગલામાં આવી હતી. આ બંગલા વિસ્તારમાં આ એક જ એવો બંગલો હતો જે વર્ષોથી ખાલી પડી રહ્યો હતો. એનો માલિક કોણ છે એની પણ કોઈને ખબર ન હતી. એમ કહેવાતું હતું કે એનો માલિક મરી ગયા પછી કોઈ ધણીધોરી ન હતું. એક વખત બંગલામાં ચોરીનો પ્રયાસ થયો હતો.