પેટ માટે વેઠ : કુદરતનો નિયમ

(12)
  • 3k
  • 2
  • 1.2k

પેટ માટે વેઠ : કુદરતનો નિયમ             મીહીકા એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા એવા હોદ્દા સાથે કામ કરતી હતી. તેને સારો પગાર કંપની તરફથી ચૂકવવામાં આવતો હતો. મીહીકા કાયમથી અપડાઉન કરતી એટલે સાથે ટીફીન લઇને જ આવતી અને પોતાના ટેબલ પર બેસીને જ તે જમી લેતી. પણ એ દિવસે તેના મમ્મીએ તેને ઘરે જમવા આવવાનું જણાવ્યું. મીહીકાએ પણ કામ પતાવીને ઘરે જમવા જવાનું નકકી કર્યું. આમ તો મીહીકા તેના પપ્પાના અવસાન બાદ ઘરે જમવા નહોતી જતી. કેમ કે, તેને તેના પપ્પા જમવાના ટાઇમે લેવા આવતા અને ઓફિસે મૂકી પણ જતા. પિતાના ગયા પછી તેણે વિચાર્યુ કે, ભાઇને કયાં તકલીફ આપીએ