લગ્ન.com - ભાગ 1

  • 5.6k
  • 1
  • 3.1k

લગ્ન. com વાર્તા - ૧ ૐ સરસ્વતી નમો નમઃમુંબઈ ની એક લોકલ બસ નંબર ૧૦૫માં વિવેક મૂંલુંડ ના એક સ્ટોપ પરથી ચડ્યો બસમાં થોડી ભીડ હતી પણ વિવેકને પાંચ મીનીટમાં સીટ મળી ગઈ." R city mall " વિવેકે કન્ડક્ટર પાસે ટીકીટ માંગી. " excuse .. me " વિવેકની પાસે બેસેલી એક ૨૧ ૨૨ વર્ષની છોકરીએ વિવેકનું ધ્યાન ખેચ્યું " તમે આર સીટી મોલ ઘાટકોપર ઉતરશો ? " છોકરીએ વિવેક ને પ્રશ્ન કર્યો." હા " વિવેકે જવાબ આપ્યો એની તરફ જોયું દેખાવે સુંદર હતી યેલ્લો ડ્રેસ લાલ લીપસ્ટીક આંખો પર ચશ્મા ચેહરા પર મેકઅપ ને ગળામાં સોનાની પતલી ચેન તડકામાં ચમકી