ધૂપ-છાઁવ - 98

(19)
  • 3.1k
  • 1
  • 2k

બીજે દિવસે સવારે અપેક્ષા સમય કરતાં થોડી વહેલી જ ઉઠી ગઈ હતી પરંતુ આજે તેનામાં દરરોજ જેવી ન તો એનર્જી હતી કે ન તો તેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી. લક્ષ્મી પોતાના દરરોજના નિયમ મુજબ 6 વાગ્યે ઉઠીને પ્રભુ આરતી કરીને પોતાની અને અપેક્ષાની ચા બનાવી રહી હતી અને એટલામાં તો અપેક્ષા બ્રશ કરીને ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ તેને જોઈને જ લક્ષ્મી સમજી ગઈ હતી કે, હજી રાતની વાતોનો ભાર અપેક્ષાના મન ઉપરથી ઉતર્યો નથી. લક્ષ્મીએ તેને ખૂબજ પ્રેમથી બોલાવી અને તેને માટે તેમજ પોતાને માટે ગરમાગરમ ચા લઈને તે પણ અપેક્ષાની સામે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગઈ. એટલામાં