માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 2

  • 2.4k
  • 1.3k

અરવિંદભાઈએ ઘરની બાહર નીકળતા પહેલા રાકેશને કડક શબ્દોમાં તાકીદ કરતા કહ્યુ. "પરીક્ષા નજીક આવે છે માટે ક્યાય ભલો થઈ ને રખડવા જતો નહી. બરાબર મન લગાવીને લેસન કરજે." પછી ઘરની બહર નીકળતી વખતે શારદા ને પણ સૂચના આપી. "શારદા આનુ ધ્યાન રાખજે અને બરાબર લેસન કરાવજે." "હા ભાઈ હા.તમને એની ચિંતા છે તો અમને નહીં હોય?" શારદાએ બ્રીફકેસ અરવિંદના હાથમાં પકડાવતા કહ્યુ. ઘરની બાહર આવીને અરવિંદે રોજની જેમ રીક્ષા કરી અને રીક્ષાવાળાને પંજાબ નેશનલ બેંક લઈ જવા કહ્યુ. રિક્ષા બેંકની દિશામાં દોડવા લાગી. લગભગ અડધે રસ્તે પહોંચ્યા પછી અચાનક અરવિંદ ને યાદ આવ્યુ કે એક મહત્વની ફાઈલ બ્રીફકેસમાં નાખવાનુ તો