વિરલ વિભૂતિ - શ્યામજી કૃષ્ણ વર્મા

  • 4.6k
  • 1.6k

ભારતની આઝાદીમાં પોતાનો અમૂલ્ય ફાળો આપનારા આપણા ગુજરાતના જ શ્યામજી કૃષ્ણ વર્માને આપણે હરહંમેશા યાદ કરવા જ જોઇએ. આપણો દેશ જયારે આઝાદીના ૭૩માં વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે એક ગુજરાતી તરીકે પણ આપણે આ મહાપુરુષને યાદ કરવા જોઇએ, જેમના તો શબ્દોએ પણ ક્રાંતિ કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છનાં માંડવીમાં ૧૮૫૭ની ચોથી ઓકટોબરના રોજ થયો હતો. એમના પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેઓ મુંબઇમાં આવી ગયા હતા. એમનું આગળનું ભણતર પણ અહીંયા જ થયું. શ્યામજી કૃષ્ણ વર્મા ભણવામાં ખુબ જ હોશિયાર હતા. એમના શિક્ષકો એમના ભણતર દરમિયાન જ માની ગયા હતા કે આ શ્યામજી આગળ જતા એક મહાન માણસ