ખોફ - 1

(48)
  • 7.4k
  • 4
  • 4.1k

એચ. એન. ગોલીબાર 1 રાતના બાર વાગ્યા હતા. મહાબલેશ્વરના એક બંગલામાં પાર્ટી ચાલી રહી હતી. એચ. કે. કૉલેજની ફૂટબોલ ટીમના કૅપ્ટન ટાઈગરે ફૂટબોલ ટુર્નામેન્ટમાં પોતાની ટીમની જીતની ખુશાલીમાં પાર્ટી આપી હતી. પાર્ટી પુરબહારમાં ચાલી રહી હતી. ડાન્સ ચાલતો હતો, ખાણું ખવાતું હતું, પીણાં પીવાતા હતા. આ પાર્ટીમાં અઢાર વરસની ખૂબસૂરત મંજરી પોતાની કૉલેજની બેનપણીઓ માયા અને સુરભિ સાથે સામેલ હતી. તેઓ ત્રણેય પોતાના બૉયફ્રેન્ડ સાથે અહીં આવી હતી. અત્યારે મંજરી પોતાના બૉયફ્રેન્ડ પ્રિન્સ સાથે ડાન્સ કરી રહી હતી, તો ખૂણા પરના ટેબલ પર માયા પોતાના બૉયફ્રેન્ડ રણજીત તો સુરભિ પોતાના ફ્રેન્ડ શેખર સાથે મજાક-મસ્તીમાં મશગૂલ હતી. ‘ચાલો ! અમે તમારા