ક્ષમાસ્વરૂપ મસીહા ઈશુ

  • 1.7k
  • 1
  • 590

ક્ષમા સ્વરૂપ મસીહા ઈશુ બાઇબલના નવા કરારમાં માથ્થી, માર્ક અને લૂકે ઇસુની ખાસ નોંધેલી એક વાત છે, ‘જો કોઇ મારો અનુયાયી થવા માગતો હોય, તો તેણે પોતાનો ત્યાગ કરવો જોઇશે અને પોતાનો ક્રોસ ઉપાડી મારી પાછળ આવવું જૉઇશે.’ ગુડ ફ્રાઇડેના દિવસે ઇસુ ખ્રિસ્ત ક્રોસ પર મૃત્યુને વર્યા છે અને ક્રોસ ખ્રિસ્તી ધર્મનું ખાસ નિશાન છે. રોમન લોકોમાં ક્રોસ પર લટકાવીને મારી નાખનાર ગુનેગારોના ગુનાના ઉલ્લેખનું પાટિયું ક્રોસ પર લટકાવવાનો રિવાજ હતો. ઇસુના ક્રોસ પર લટકેલા ચાર અક્ષરોના પાટિયામાં ઇસુની વધશિક્ષાનું કારણ સમાયેલું છે. સૂબા પિલાતે ફરમાવ્યા મુજબ ઇસુનો ગુનો એટલે ઇસુ યહૂદીઓના રાજા હતા, એટલે તેમણે ક્રોસ પર પાટિયું લખાવડાવેલું: