લે રે હૈયાભફ! 

  • 2.9k
  • 1
  • 1.1k

એક હતો કણબી ને એક હતી કણબણ. બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં. સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે. કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ? હોય, દુકાળેય પડે ! કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે! કે' છે, હોય,