વહાણવટા દિન આ દુનિયામાં વહાણની શોધ કયારે થઇ તેના કોઇ ચોકકસ પ્રમાણ ઉપલબ્ધ નથી. પરંતુ તરાપા- હોડી પછી માનવીએ સાગર પાર કરવાના આશયથી છ માસથી વર્ષભર ચાલે તેટલો અનાજ પુરવઠો સંગ્રહી શકાય તેમજ વિદેશોમાંથી વિવિધ ચીજવસ્તુઓ મોટા પ્રમાણમાં વિનીમયના રૂપમાં લાવી શકાય તેવી મોટી હોડી બનાવી જેને પછીથી વહાણ નામ અપાયુ હશે તેવો જાણકારોનો મત છે. આમ વહાણવટા દ્રારા માનવીએ જળ માર્ગે દુનિયાના વિવિધ દેશોની શોધ કરી અન્ય સંસ્કૃતિ સાથે પરિચયમાં આવ્યો. વિશ્વના વિકાસમાં વહાણવટાના યોગદાનનો યાદ રાખવા દર 5મી એપ્રિલે વિશ્વ વહાણવટા દિવસ ઉજવવામાં આવે છે.ઈ.સ. ૧૯૧૯માં 5 એપ્રિલે સિંધિયા સ્ટીમ નેવિગેશનનું પ્રથમ જહાજ બ્રીટીશર એમ.એસ.લોયાસ્તીએ મુંબઈથી લંડન જવા