દૈત્યાધિપતિ II - ૧૧

  • 2.4k
  • 988

સુધા હવે શું કરશે? તેને એક સપનું આવ્યું.. સપનામાં તે ભાગી રહી હતી. તેની પાછળ એક રાક્ષસ હતો. આધિપત્યના સરોવરમાં અજગર ન હતા રેહતા. પણ આ તો કોઈ ઘણો મોટો અજગર હતો. તેણી પૂછડી જ ફક્ત કોઈ બિલ્ડિંગ જેટલી મોટી હતી. અજગર તેના તરફ આવી રહ્યો હતો. સુધાના હાથમાં જે બેડું હતું, તે તૂટી ગયું. અને સુધા પણ નીચે પળી. તે અજગરની પુંછડી તેની પર..  સુધા તો ઝબકીને જાગી. સવારે બધા વેહલા ઉઠયા, અને ન્હાય લીધું, વહેલા શિરામણ પતાવ્યું. આજે ઘણા લોકો મંદિરમાં આરતી માટે આવ્યા હતા. પેલી સ્ત્રી પણ આવી હતી. તેને જોઈ સુધાને સવાલો પૂછવાની ઈચ્છા થતી હતી,