સ્કિઝોફ્રેનિયા

  • 4.6k
  • 2
  • 1.6k

અગસ્ત્ય બક્ષી“અગસ્ત્ય, તું એ પાગલ સ્ત્રીને જીવનભર સહન કરવાનું વિચારી રહ્યો છે? એ મંદબુદ્ધિ બાઈથી મને ડર લાગે છે. વહેલામાં વહેલી તકે તેનાથી છુટકારો મેળવ! મેં જે કહ્યું, તે સાંભળ્યું કે નહીં?"નિરંતર, મમ્મી મારી પાછળ ફરિયાદ કરી રહ્યા હતા. હું ચૂપ રહ્યો અને મારી આંખો બારીની બહાર હતી. એક કરતાં વધુ કારણોસર મારું હૃદય ખૂબ જ દુઃખી હતું. મારા જીવનનો પ્રેમ, મારી પત્ની અનન્યા બીમાર હતી, ખૂબ જ બીમાર હતી. આ સમયે તેને મારી સૌથી વધુ જરૂર હતી. ફકત મારી જ નહીં, તેની સારવાર માટે પરિવારનો આધાર અને સમજ અત્યંત આવશ્યક હતું. તેથી, મારા મમ્મી, સવિતાની અનન્યા વિશે ખરાબ વાત