એપ્રિલ ફૂલ બનાયા

  • 2k
  • 644

એપ્રિલ ફૂલ દિવસને એક એવા દિવસ તરીકે મનાવવામાં આવે છે જ્યારે લોકો દ્વારા એકબીજાની સાથે મજાક અને સામાન્ય રીતે મૂર્ખતાપૂર્ણ હરકતો કરવામાં આવે છે. પરિવાર, પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ વગેરે સાથે અનેક પ્રકારની મસ્તી અને અન્ય વ્યવહારિક મજાક કરવામાં આવે છે. દર વર્ષે એપ્રિલની પહેલી તારીખે એપ્રિલ ફૂલ દિવસ મનાવવામાં આવે છે. એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો આ દિવસ, રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં પહેલી એપ્રિલનાં દિવસે બહોળા પ્રમાણમાં અલાયદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે.