ઇશ્કનું રિસ્ક, ડર, થ્રીલર ફિક્સ - 37 (અંતિમ ભાગ - કલાઈમેક્સ)

  • 2.8k
  • 1
  • 1.1k

રઘુના હાથમાં જે ગન હતી, રઘુ એ સરન્ડર કરવા આખરે મૂકવી જ પડી. જાણે કે આખીય જીતેલી બાજી રઘુ હારવાનો જ ના હોય એવું એને લાગી રહ્યું હતું. રેખા, રઘુ એ આંખથી એક હળવો ઈશારો રેખાને કર્યો તો એને દીપ્તિ પાસે જઈને એના ગળાને પકડી લીધું - બધાં પોતપોતાના હથિયાર નીચે મૂકી દો નહિતર, હું તમારી માલકીન ને હમણાં જ ખતમ કરી દઈશ! તારે એવું કરવાની જરૂર નહિ! ગીતા બોલી તો રઘુ સાથે બીજા પણ અચંબામાં આવી ગયા. શું મતલબ?! રેખા થી બોલાય ગયું. મતલબ આ બધા ડેડ નાં જ માણસ છે અને કંઇ નહિ કરે! ગીતા એ કોન્ફિડન્સથી કહ્યું.