ક્લિક

  • 2.4k
  • 1k

વર્ષનાં અંતે આવતો દિવાળીનો તહેવાર નાનાં વર્ગની માંડી માલેતુજારો સહિત સૌના જીવનમાં એક ખુશીની લહેર લઇને આવે છે. જેમ જેમ દિવાળી નજીક આવતી જાય તેમ બજારોમાં રોનક દેખાવા માંડે. બહારની રોનક સાથે ઘરમાં રોનક લાવવા માટે તો ઘરમાં સફાઈ અભિયાન જ શરૂ થઈ જાય!! રાજકોટનાં એક સામાન્ય એરિયામાં રહેતા ધ્રુપેશનાં ઘરમાં પણ કંઈક એવો જ માહોલ હતો. " સાંજે કેટલાં વાગ્યે આવશો? " કામ પર જતાં ધ્રુપેશને રોકતાં ગરિમાએ પૂછ્યું. "કેમ કાંઈ કામ છે?" ધ્રુપેશે સામો સવાલ કર્યો. "કામ હોય તો જ પૂછ્યું હોયને." ગરિમાનાં શબ્દોમાં તોછડાઈ હતી. "કામ હોય તે બોલને." ધ્રુપેશના શબ્દોમાં પણ ગુસ્સો ભળ્યો. " સાંજે વહેલાં