સાયબર સાયકો - ભાગ 1

  • 3.6k
  • 1.8k

પ્રિય વાચકમિત્રો,મે નાની નાની વાર્તાઓ તો ઘણી લખી છે. પરંતુ ક્યારેય એક ધારાવાહિક નથી લખી.આજે હું પ્રથમવાર ધારાવાહિક લખવાની કોશિશ કરું છું.તો આપ સૌ આપના યોગ્ય પ્રતિભાવ આપી મને વધુ સારું લખવાની પ્રેરણા આપશો તેવી આશા રાખું છું.આજે રાજકોટ ની એક શાનદાર હોટેલમાં એક શાનદાર સક્સેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સક્સેસ પાર્ટી ઇન્સ્પેક્ટર તપન અને તેની ટીમ દ્વારા સોલ્વ કરવામાં આવેલ એક બાળકીના રેપ કેસની હતી.આજે તપન ખૂબ જ ખુશ હતો.ખુશ તો હોય જ ને કારણકે તેને શહેર ના એક માથાભારે શખ્સ ના દીકરા ને જેલના સળિયા પાછળ કર્યો હતો.આ કેસ માં તેને પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો