પ્રારંભ - 28

(66)
  • 4.4k
  • 3
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 28હિમાલય ધ્યાન મંદિરમાં કેતનને આજ સુધીમાં ક્યારેય પણ ના થયો હોય એવો દિવ્ય અનુભવ ધ્યાનમાં થયો. ક્યારેક પ્રકાશના તરંગોમાં પોતે હલકો ફૂલ થઈને ઉડી રહ્યો હતો એવો અનુભવ થતો હતો તો ક્યારેક ચૈતન્યના સમુદ્રમાં પોતે તરી રહ્યો હતો એવું લાગતું હતું ! એટલા બધા આનંદનો એ અનુભવ કરી રહ્યો હતો કે દુનિયાનાં બધાં જ સુખો આ આનંદની પાસે ફિક્કાં હતાં. એને તો સ્થળ કે કાળનું કોઈ ભાન જ ન હતું. ઉમાકાંતભાઈ એ એના માથે હાથ મૂકીને એને જાગૃત કર્યો ના હોત તો હજુ પણ એ પોતાની મસ્તીમાં જ હોત ! પરંતુ ઉમાકાંતભાઈ ગાયત્રીની માળા કરીને ઊભા થયા અને