લાગણીઓનું લોકડાઉન ફળ્યું

  • 2.1k
  • 798

ગુજરાતી મીડિયા જગતમાં ટોચનું નામ ધરાવતા પરિતોષ પાઠકને કોરોના થયો. મહામારી શરૂ થયાની સાથે જ પરિતોષ આ મહામારીની ઝપેટમાં આવી ગયો. સાવચેતી માટે તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો. કોરોના પોઝિટિવ હોવાથી દરેકને પંદર દિવસ તો હોસ્પિટલમાં રહેવાનું નક્કી જ હતું. મિનિમમ અઠવાડિયું અને મેક્સિમમ જ્યાં સુધી કોરોના નેગેટિવ ન આવી જવાય અથવા તો શારિરીક સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી દાખલ રહેવાનું હતું. પરિતોષને 19 નંબરનો બેડ મળ્યો હતો. તેના માટે પણ તેને વોર્ડના મેટ્રન સાથે ચકમક ઝરી હતી. પરિતોષે કહ્યું કે, મારે તો મારી સામેની તરફ બારી જોઈશે. બાકી આવા બંધિયાર રૂમમાં મારાથી નહીં રહેવાય. પરિતોષના બેડની સામે વિશાળ