વિશ્વ રંગમંચ દિન

  • 2.4k
  • 1
  • 676

વિશ્વ રંગભૂમિ દિવસ કવિ શ્રી ગની દહીવાલાની પંક્તિ આજના દિવસે જરૂર યાદ આવે :“ઉભા છીએ તખ્તાના પીળા પ્રકાશે, ઢળી પડીશું તો અભિનય ગણાશે!!” દર વર્ષે ૨૭ માર્ચે વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ રંગભૂમિ દિવસનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના સમાજ અને લોકોને રંગભૂમિની સંસ્કૃતિ વિશે જણાવવાનો, રંગભૂમિના વિચારોનું મહત્વ સમજાવવાનો, નાટ્ય સંસ્કૃતિ પ્રત્યે લોકોમાં રસ પેદા કરવાનો અને તેની સાથે સંકળાયેલા લોકોનું સન્માન કરવાનો છે. આ ઉપરાંત, વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણીના અન્ય કેટલાક ઉદ્દેશ્યો છે: જેમ કે, વિશ્વભરમાં થિયેટરનો પ્રચાર કરવો, લોકોને રંગભૂમિની જરૂરિયાતો અને મહત્વ વિશે વાકેફ કરવા, થિયેટરનો આનંદ માણવો અને અન્ય લોકો સાથે આ આનંદ વહેંચવો. વિશ્વ