ઉછીની સમૃદ્ધિ

  • 3.2k
  • 1
  • 1.2k

શાંતિલાલ નિવૃત્ત બેંક કર્મચારી, સંતાનોમાં ત્રણ પુત્રો ત્રણેય ખૂબ જ કામઢા. શાંતિલાલની જેમ કોઈને સરકારી કે ખાનગી નોકરી તો નહી પણ શાંતિલાલે પોતાના સર્વિસકાળ દરમિયાન દુકાનો અને રહેણાંક માટેની જમીનો ખરીદી ત્રણેય સંતાનોને લાઈન પર ચઢાવી દીધા હતા અને ભવિષ્યમાં ત્રણેને ખીલે બાંધી રહેઠાણ માટેની વ્યવસ્થા ઉભી કરી લીધી હતી. બે દીકરાઓ દુકાનમાં વેપાર કરતાં અને નાનો દીકરો પ્રોપર્ટી દલાલીનું કામ કરતો. ત્રણેય ભાઈઓ વચ્ચે સંપ સારો હતો અને આવકની રકમ મહિનાની પહેલી થી ત્રીજી તારીખે ત્રણે ભાઈઓ બાપાના હાથમાં આપી દેતા એટલે હિસાબ બધો જ શાંતિલાલ પાસે રહેતો. મહિનાના શરૂઆતના દિવસોમાં એક દિવસ સાંજે જ્યારે બધાજ વેપાર ધંધાની રકમનો