પર્ણ વિહોણા વૃક્ષો

  • 2.6k
  • 934

હું મંદિરે જઈ ઘરમાં દાખલ થયો કે તરત ફોનની રિંગ વાગી. મારાં પહેલાં બિઝનેસનાં મિત્ર સુમનલાલનો ફોન હતો. વખત જતાં બિઝનેસ બદલાયાં પણ મિત્રતા અકબંધ રહી. એ આજે મારી સાથે આખો દિવસ રહેવા માંગે છે એમ જણાવ્યું. મેં તરત વધાવી લીધું અને રસોઈવાળા બેનને બે માણસનું જમવાનું બનાવવાનું કહ્યું અને મેં છાપું ખોલી પૂર્તિ વાંચવી શરૂ કરી કેમકે મુખ્ય સમાચારો તો ગરમ ચા સાથે જ માણી લેતો હોઉં છું. એમાં મારી ગમતી કોલમો ન વાંચું ત્યાં સુધી જમવા ઉભો ન થાઉં. મારે એક ફાયદો એ છે કે, "ચલો,જમી લો.." કહેવાવાળું પણ કોઈ નથી! વળી,આજે સુમનલાલ આવે તો મારું વાંચવું અટવાઈ