વિશ્વ ક્ષય દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૪ માર્ચના દિવસે મનાવવામાં આવે છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં ૨૪ માર્ચના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય રોગનાં જંતુઓ શોધી કાઢ્યા હતા. આથી ૨૪ માર્ચ ના દિવસે વિશ્વ ક્ષય દિન ઉજવવા માં આવે છે.ક્ષયનો રોગ બીડી, સિગારેટ, તમાકુ વગેરેના વધુ પડતા સેવનના કારણે થાય છે. આ રોગે આખા વિશ્વને લપેટમાં લીધું છે. ઇ.સ. ૨૦૧૮માં આશરે ૧ કરોડ લોકોને ક્ષયનો ચેપ લાગ્યો હતો અને તેમાંથી ૧૫ લાખ લોકોના મૃત્યુ થયા હતા, જેમાંથી મોટાભાગના લોકો વિકાશશીલ દેશોમાંથી હતા. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને આ રોગથી બચાવવા માટે ક્ષયથી પીડાતા રોગીઓને શોધી