અંધારી રાતના ઓછાયા (ભાગ -૨)

(22)
  • 4.2k
  • 3k

ગતાંકથી..... બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા લાગ્યા.... આંધળા ના વેશમાં રહેલ ખબરી કહેવા લાગ્યો: "આપને જોઈને ખૂબ જ આનંદ થયો. આપ શું આ ગુંડા ની પાછળ પડ્યા છો?" પેલો વિશાળકાય માણસ હજુ કારની પાસે ઉભો ઉભો પહેલી સુંદર યુવતી સાથે વાત કરી રહ્યો હતો .દિવાકર એકીટશે એ તરફ જોઈ રહ્યો. પછી ધીમેથી બોલ્યો : "ના, હું એને ઓળખતો નથી. એ કોણ છે ? એ છોકરી પણ કોની છે?" એ તો ભગવાન જાણે. તો પણ હું એટલું તો જાણું છું કે એ કોઈ મોટો ગેંગ નો સરદાર છે.