લવ યુ યાર - ભાગ 3

(45)
  • 9.8k
  • 1
  • 8.4k

"લવ યુ યાર"ભાગ-3સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ હવે સોનલબેન અને વિક્રમભાઈને ચિંતા એ હતી કે સાંવરી માટે કઈરીતે મૂરતિયો શોધવો અને આ ચિંતામાં ને ચિંતામાં બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી. નાની બેનનું થઈ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહીં ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહીં રહી જાય ને ? જેવા ઘણાંબધાં પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને સતાવ્યા કરતા હતા. ( જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે..!! ) સાંવરી