RUH - The Adventure Boy.. - 3

  • 2.8k
  • 1.3k

પ્રકરણ 3 એક સાંધો ત્યાં તેર તૂટે...!! "મારા માટે....??" "હા...બેટા.... મરેલાનું.... આવા પાપીનું કે જે આવતા જ મોત લઈને આવ્યો... એનું મોં જોઈને તારું જીવન શું કામ બગાડવું...!!" " માં...... આવી ક્રૂરતા....? કેવો કઠોર વિચાર છે તારો...??" કિરીટભાઈ પોતાના આંસુ લૂછી નાખે છે.... "બાપુ... હું ખેતરે જાઉં છું.... હું આવી ક્રૂરતા નહીં જોઈ શકું...." "પણ.... દિકરા આ ટા'ણે...." કિરીટભાઈ પોતાની પીડાનું પોટલું લઈ ત્યાંથી નીકળી જાય છે... મગનભાઈ પણ જતાં રહે છે... અને જમનાબેન પણ આંગણાની બહાર ડેલીની બાજુના ઓટલા પર બેસવા જતા રહે છે, પણ એમના ચહેરા પર દુઃખની કોઈ રેખા દેખાતી જ નહીં.... "દિકરા..... દુઃખી નહીં થઈશ... ભગવાન