ભારત VS પાકિસ્તાન.. વન ડે વર્લ્ડ કપ ૨૦૧૯

  • 3.8k
  • 1.3k

તા. ૧૬ જુન ૨૦૧૯ વન ડે વર્લ્ડ કપ સ્થળ: ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરનુ ઓલ્ડટ્રેફર્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ. મેચ: ૨૨/૪૮ ભારત વિ. પાકિસ્તાન વન ઙે વર્લ્ડ કપ ૨૦૧૯માં, ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતી અને દિલ્હીના આપણા કોહલી પરિવારના કુળદિપક વિરાટે ટોસ જીત્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તો ભાઈ, સૌથી પહેલા તો ટીમની પસંદગી એક મોટી સમસ્યા હતી, રવિ શાસ્ત્રી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો કેમ કે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ચડભડ ચાલતી હતી. હાર્દિક પંડ્યા તાજો તાજો ઈજામાંથી બહાર આવ્યો હતો. ત્યાં રોહિત શર્મા મોઢુ ફુલાવીને બેસી ગયો હતો. એનુ કહેવું હતું કે તે કેએલ રાહુલ સાથે ઓપનિંગ