આદિ શંકરાચાર્ય - ભાગ 2 - તેજસ્વી બાળક

  • 3.8k
  • 1.9k

કેરલમાં પૂર્ણ નદીના કિનારે આવેલ કાલડી ગામમાં વિધ્યાધીરજ નામે એક પંડિત રહેતા હતા. તેમને શિવગુરુ નામે એક પુત્ર હતો. શિવગુરુ નાનપણથી જ તેમના ગુરુના ઘરે રહીને વેદોનો અભ્યાસ કરતો હતો. ૧૨ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ગુરુજીએ શીવગુરુને એક દિવસ કહ્યું “ બેટા, તારો અભ્યાસ પૂર્ણ થયો છે. હવે તું ઘરે જા અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર”શિવગુરુએ કહ્યું “ ગુરુજી, હું તો આજીવન બ્રહ્મચારી રહીને ઈશ્વર સાધના માં જ જીવન સમર્પિત કરવા માંગું છું”ત્યારે ગુરુજીએ તેમને ગૃહસ્થાશ્રમનું મહત્વ સમજાવતા કહ્યું “તારા માટે સંન્યાસ કરતા ગૃહસ્થાશ્રમ જ શ્રેષ્ઠ છે અને તેમાં રહીને જ ભક્તિ કરાવી”અંતે ગુરુ આજ્ઞા માનીને શિવગુરુ ૧૨ વર્ષ બાદ