પહેલો સ્પર્શ

(296)
  • 4.2k
  • 1.5k

          શેલજાએ બારીનો પડદો હટાવી બહાર જોયું. ચંદ્રમા બેનમૂન લાગી રહ્યો હતો. ..તેનું સૌંદર્ય જાણે નવોઢાનું રૂપ ધરી ખીલી ઉઠ્યું ન હોય ! ધરતી પર રેલાતી ચાંદની અને વાતાવરણમાં ફેલાયેલી રાતરાણીની મહેક,તેની રોમાંચકતામાં ઓર વધારો કરતી હતી. ઘણા સમયથી તેને જેનો ઇંતજાર હતો ..બલ્કે જેની કલ્પના પણ નહતી તે ક્ષણ તેના જીવનમાં આવીને ઊભી હતી. તે પોતાને દુલહનના પરિધાન માં જોઈ જાણે પોતાના જ પ્રેમમાં પડી ગઈ હતી.તેનો દુલહો રણવીર હજુ આવ્યો નહતો. ઇંતજાર હવે તેને આકળાવી રહ્યો હતો. તેને ઇંતજાર કરવો પસંદ નહતો. ..નહી ..તેણે મન મનાવ્યુ. આ તેની ઓફીસ નથી. .. અહી તે બોસ