હું જાઉં તો....

  • 3.1k
  • 1.1k

"હું જાઉં તો" બધું ઠીક થઈ જશે ને? રૂમના દરવાજામાંથી પ્રવેશતા જ સિધ્ધાંત પૂછે છે. એના દાદા દાદી આ સાંભળતા જ ચોંકી જાય છે. દાદા દાદી કંઈ બોલે તે પહેલા જ સિધ્ધાંત કહે છે કે મને ખબર છે મમ્મી પપ્પાના આ રોજરોજના ઝઘડાનું કારણ હું છું. મમ્મીને હું પસંદ નથી એટલા માટે રોજ કઈક ને કંઇક બહાને તમારા બધા સાથે ઝઘડા કરે છે. એમની એવી ઈચ્છા છે ને કે હું હોસ્ટેલ જતો રહું. તો દાદાજી તમે મને હોસ્ટેલમાં મૂકી જાવ. જો મારા જવાથી મમ્મી તમારા બધા સાથે શાંતિથી રહેતી હોય તો હું હોસ્ટેલ જવા તૈયાર છું. સિધ્ધાંતની વાત સાંભળીને એના