અંતરનો અજવાશ

  • 2.4k
  • 1
  • 946

"તમને ખબર છે, આપણી નવી પાડોશી, શ્રીમતી તિવારી...."સુનીલ શર્મા ડિનર માટે પ્લેટ ગોઠવી રહ્યો હતો, જ્યારે તેની પત્ની નિધિએ ટેબલ પર ભોજન રાખતા, વાત કરવાનું શરૂ કર્યું."તેના વિષે શું?" સુનિલે કેજ્યુલી પૂછ્યું."તે ખૂબ જ બેદરકાર માં છે."અરે... ફરી શરૂ થઈ ગઈ! સુનીલે વિચાર્યું, પણ મોટેથી તેણે પૂછ્યું, "તને કેવી રીતે ખબર કે તે બેદરકાર માં છે?""આજે સાંજે મેં તેના પુત્ર, તરુણને કાદવવાળા કપડાં, ધૂળ માટીથી ભરેલા વાળ અને દુર્ગંધવાળા જૂતામાં વેરવિખેર જોયો. યક!! જોઈને ઉલ્ટી આવે. મને ખાતરી છે કે તે સ્વાર્થી હશે અને તેના પુત્રની જરાય કાળજી નહીં લેતી હોય."પરંતુ નિધિને એ નહોતી ખબર કે શ્રીમતી તિવારીનો પુત્ર ફૂટબોલ