મળેલા જીવ - પુસ્તક સમીક્ષા

  • 28.2k
  • 6
  • 15.3k

પુસ્તકનું નામ:- મળેલા જીવ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- 'મળેલા જીવ' નવલકથાના લેખક પન્નાલાલ પટેલનો જન્મ ડુંગરપુર જિલ્લાના માંડલી ગામે થયો હતો. પોતાના જીવનના સંઘર્ષના સમયને તેઓ 'વાસંતી દિવસો' કહેતા. ગુજરાતી સાહિત્યમાં તેમણે માનવીની ભવાઈ, વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની, જાનપદી, ભાંગ્યાના ભેરૂ, ઘમ્મર વલોણું, પાછલા બારણે, નવું લોહી, પડઘા અને પડછાયા, નથી પરણ્યા નથી કુંવારા, મનખાવતાર, નાછૂટકે જેવી નવલકથાઓ લખી છે તો પૂર્ણયોગનું આચમન નામનો ચિતનગ્રંથ લખ્યો છે. સુખદુ:ખના સાથી, ધરતી